ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં થયેલા આ મોટા વહીવટી ફેરફારમાં મોરબી જિલ્લાના ત્રણ ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થયો છે.
વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વી.ડી. સાકરીયાને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન સાથે તેમની બદલી સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે કરવામાં આવી છે.
મોરબી કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર-1 તરીકે ફરજ બજાવતા યુ.એમ. પટેલને પણ સિનિયર સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. તેમની નવી નિમણૂક વડોદરા ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત નિયામક તરીકે કરવામાં આવી છે.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા કે.આર. વાળાને પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.