Homeગુજરાતમોરબીટંકારાના જીવાપર પાટીયા પાસેથી ઈકો કારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે...

ટંકારાના જીવાપર પાટીયા પાસેથી ઈકો કારમાંથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે જીવાપર ગામના પાટીયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીવાળી ગ્રે કલરની ઈકો કાર રજી. નં. GJ-36-AF-4235વાળી પસાર થતા તેને રોકવામાં આવી હતી. કારના ચાલક જયદિપભાઈ મનજીભાઈ બારૈયા (ઉ.વ. ૨૩, રહે. જીવાપર, તા. ટંકારા) ની સઘન પૂછપરછ અને તલાશી લેતા તેની પાસેથી પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ તથા બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કારમાંથી વિદેશી દારૂના ચપલાઓ કુલ ૩૨૧ નંગ કિંમત રૂ.૪૬, પ૪૫ તથા બિયર ટીન કુલ ૫૨ નંગ કિંમત રૂ. ૫,૫૨૫ અને રૂ. ૨,૦૦,૦૦૦ ની કિંમતની ઈકો કાર મળી કુલ રૂ. ૨,૫૨,૧૭૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી જયદિપભાઈ બારૈયા આ દારૂ-બિયરના જથ્થા અંગે કોઈપણ પ્રકારના વેલીડ પરમિટ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

આ બનાવ અંગે ટંકારા પોલીસે પ્રોહિબિશન એક્ટનીકલમ હેઠળ ગુનો નોંધીને આરોપી જયદિપભાઈ મનજીભાઈ બારૈયા ની ધરપકડ કરી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular