ટંકારા તાલુકાના બંગાવડી ગામે રામદેવપીરના મંદિર સામે કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર ઉધાર રાશન આપવાની ના પાડવા જેવી બાબતે ચાર શખ્સોએ વેપારી પર હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા અને વેપાર કરતાં ભાયલાલભાઈ જીવરાજભાઈ કાનાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાહુલભાઈ સુખલાલ રહે. ટીંબડી વાઘજીભાઈ દેવરાજભાઈ પટેલની વાડી માં તા.જોડીયા જી.જામનગર, રાહુલભાઈ સરખુભાઈ, બબલુભાઈ નાથુભાઈ, અનીલભાઈ રૂમાલસિંગ રહે ત્રણેય બંગાવડી ગામે પ્રફુલભાઈ શામજીભાઈ મેંદપરાની વાડીએ તા.ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી રાહુલને ઉધારમાં રાસન દેવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા અન્ય આરોપીઓને બોલાવી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે તથા શરીરે મુંઢ ઇ જા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.