Homeગુજરાતમોરબીમોરબીમાં પ્રેમ લગ્ન બાબતે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબીમાં પ્રેમ લગ્ન બાબતે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં આવેલ રોહિદાસ પરામા પ્રમ લગ્ન બાબતે બે પક્ષો વચ્ચે મારમારી થતા બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા ચોકમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશભાઈ મહેશભાઈ સારેસા (ઉ.વ.૨૧)એ આરોપી ગૌતમભાઈ ત્રિભુવનભાઈ કાટીયા, મહેન્દ્રભાઈ વિરજીભાઈ કાટીયા, દેવાભાઈ લાલાભાઈ કાટીયા, કેતનભાઈ નારણભાઈ કાટીયા રહે. બધા રોહિદાસપરા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના માનીતા ફઈએ પ્રેમલગ્ન કરેલ હોય અને તે ફરીયાદિના ઘરે આવતા -જતા હોય જે આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાથી રમેશભાઈ સારેસા તથા સાથી મંજુલાબેન સારેસા ત્રણેય ઘરે હાજર હોય ત્યારે આરોપીઓ ગૃહ અપ-પ્રવેશ કરી આરોપી ગૌતમભાઈએ લોખંડના પાઈપ વતી ફરીયાદિને માથાના ભાગે ઘા મારી ઇજા કરી તથા આરોપી મહેન્દ્રભાઈએ ઢીકા પાટુનો મુંઢમાર મારી ઈજા કરી તથા આરોપી દેવાભાઈએ લાકડાના ધોકા વતી તેમજ આરોપી કેતનભાઈએ બેટ વતી ફરીયાદીને શરીરે માર મારી ઇજા કરી આરોપીઓએ ભુંડી ગાળો આપી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

જ્યારે સામાપક્ષે મોરબીના વીસીપરા રોહિદાસપરા ચોકમાં રહેતા ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટીયાએ ત્યાં જ રહેતા આરોપી રમેશભાઈ અંબાલાલ સારેસા તથા ભાવેશભાઈ મહેશભાઈ સારેસા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના મોટાભાઈની દિકરીએ પ્રેમલગ્ન કરેલ હોય જે તેના પતિ સાથે આરોપી રમેશભાઈના ઘરે આવતા-જતા હોય જેથી ફરીયાદી તથા સાથી ગૌતમ તથા મહેન્દ્રભાઈ તથા દેહાભાઈ તથા ચેતનભાઈ નાઓ સાથે આરોપી રમેશભાઈના ઘરે સમજાવવા જતા આરોપીઓએ ભુંડી ગાળો આપી ફરીયાદિને ઢીકાપાટુનો મુંઢમાર મારી મુંઢ ઇજાઓ કરી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular