Homeગુજરાતમોરબીરાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ: મોરબી સબ જેલ ખાતે બંદીવાનો માટે યોજાયો ‘ઇન્ટેન્સીફાઇડ...

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ: મોરબી સબ જેલ ખાતે બંદીવાનો માટે યોજાયો ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પ’

ટી.બી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ હેઠળ જેલના બંદીવાનોના આરોગ્ય સ્ક્રીનિંગ માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કન્ટ્રોલ યુનિટ (DAPCU)-મોરબી, જેલ પ્રશાસન, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી-અમદાવાદ, એલાઇન્સ ઇન્ડિયા-દિલ્હી અને GSNP+ ના સંયુક્ત ઉપક્રમે મોરબી સબ જેલ ખાતે ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પેઇન’ યોજાયો હતો. જેલ અધિક્ષકની અધ્યક્ષતામાં આ કેમ્પની કામગીરી સુચારુ રૂપે સંપન્ન થઈ હતી.

આ કેમ્પેઇનની વિશેષતા એ છે કે, તેમાં અદ્યતન હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા બંદીવાનોના ચેસ્ટ એક્સ-રે કરીને ટી.બી.નું ઝડપી નિદાન કરવામાં આવી રહ્યું છે, સાથે જ એચ.આઇ.વી. તેમજ સિફિલીસના નિદાનની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતની તમામ જેલોના અંદાજે ૨૦,૦૦૦ થી વધુ બંદીવાન ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય પરીક્ષણને આવરી લેવાનું લક્ષ્યાંક છે. મોરબી સબ જેલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જેલના તમામ બંદીવાનો પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નવા ૫૫ બંદીવાનોનું સઘન ચેક-અપ કરાતા ૦૫ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. આ તમામના સેમ્પલ વધુ તપાસ અને ચોક્કસ નિદાન માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. અત્રેની જેલના તમામ બંદીવાનોનું આગામી સમયમાં દૈનિક ધોરણે ચેક-અપ કરવામાં આવનાર છે.

આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરતા આ કેમ્પને સફળ બનાવવા સુભિક્ષા પ્રોજેક્ટના પ્રિઝન કો-ઓર્ડિનેટર મીનાબેન પરમાર, જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular