Homeગુજરાતમોરબીમીતાણામાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપી ફરાર

મીતાણામાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: બે આરોપી ફરાર

ટંકારા તાલુકાના મીતાણા ગામે આંગણવાડી પાસે આવેલા એક મકાનમાં પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામે આંગણવાડી પાસે આવેલા એક મકાનમાં રેઇડ કરતા માકાનમથી વિદેશી દારૂની ALL SEASONS’ બ્રાન્ડના ૩૯ ચપલા (કિંમત રૂ. ૫,૪૬૦/- અને ‘8 PM SPECIAL RARE’ બ્રાન્ડના ૫ ચપલા કિંમત રૂ. ૬૨૫/- મળી કુલ ૪૪ નંગ ઈંગ્લીશ દારૂના ચપલા કુલ કિંમત રૂ. ૫,૯૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી જયદિપ બાબુભાઈ બસીયા તથા સંજયભાઈ ગેલાભાઈ બસીયા રહે. મિતાણા ગામ તા. ટંકારાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular