લજઈ-હડમતીયા રોડ પર આવેલી ‘મેગાટોન પોલીપેક’ નામના કારખાનાની લેબર કોલોનીમાં કામ બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. કારખાનાના ગેટ પાસે રૌશન કુમાર વિરેન્દ્ર મંડલ નામના શખ્સે કામ અંગે ઝઘડો કરી મારપીટ શરૂ કરી હતી. આ દરમિયાન વચ્ચે બચાવવા આવેલા મનોહરરાજ સંજય મંડલ નામના યુવકના માથાના ભાગે રૌશન કુમારે લાકડાનો ધોકો મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો.
ઈજાગ્રસ્ત મનોહરરાજને તાત્કાલિક ટંકારા હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી થઈ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે રૌશન કુમાર અન્નુ રાવત નામના સહીદારે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી રૌશન કુમાર વિરેન્દ્ર મંડલ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ધોરણસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.