Homeગુજરાતમોરબીમોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબી:જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સ્પા સેન્ટરો પર નજર રાખવા માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનાર વેલકમ સ્પાના સંચાલક સામે મોરબી પોલીસે લાલ આંખ કરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના જૂના ઘૂંટુ રોડ પર ત્રાજપર ખારીના નાકે આવેલા ‘શિવશક્તિ કોમ્પલેક્ષ’ના પહેલા માળે કાર્યરત ‘વેલકમ સ્પા’માં મોરબી SOG ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સ્પાના સંચાલકે પોતાના સેન્ટરમાં કામ કરતી બે મહિલા સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત સ્પામાં સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ નિયમ મુજબ જાળવવામાં આવ્યું ન હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના સ્પષ્ટ ઉલ્લંઘન બદલ SOG પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવા દ્વારા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કાર્યવાહીના આધારે પોલીસે સ્પા સંચાલક શરદકુમાર ધર્મેન્દ્રભાઈ ભોરણીયા (ઉં.વ. ૨૭), રહે. સંત કબીર રોડ, રાજકોટવાળા વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધી તેમની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે. હાલ આ મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular