મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા આરોપી વાસુભાઈ ભરતભાઈ લાખતરીયાએ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -75 કિંમત રૂપિયા 17600 નો મુદામાલ જપ્ત કરી રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.