Homeગુજરાતમોરબીમોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં By morbisahyognews August 19, 2026 1133 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમ ખાખરાવાળી મેલડી માતાજીના મંદીરે જવાના કાચા રસ્તે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી. જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમ ખાખરાવાળી મેલડી માતાજીના મંદીરે જવાના કાચા રસ્તે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમો રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા રહે. સેન્ટ મેરી સ્કુલ પાસે, નવલખી રોડ મોરબી, રફીકભાઈ નુરમામદભાઈ જામ રહે. લક્ષ્મીનગર તા.મોરબી, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર રહે.લાયન્સનગર (રણછોડનગર) મોરબી મોરબી, મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી, ભરતભાઈ બાબુભાઈ ચાવડા રહે.નગરદરવાજા બી એ મામુજીવાળી શેરી મોરબી, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન રહે.રણછોડનગર પાણીની ટાંકી પાસે મોરબી, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા રહે.ફુલછાબ સોસાયટી વીસીપરા મોરબી, સંજયભાઈ ચંદુભાઈ પરેસા રહે.સેન્ટમેરી સ્કુલ પાસે નવલખી રોડ મોરબી, ગોપાલભાઈ લખાભાઈ જાદવ રહે.રણછોડનગર પાણીના ટાંકા પાસે મોરબીવાળાને રોકડ રૂ. ૧,૩૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026