Homeગુજરાતમોરબીમોરબીમાં 2021ના ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસનો ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

મોરબીમાં 2021ના ચર્ચાસ્પદ દુષ્કર્મ કેસનો ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

10 મહિનાથી પેરોલ પરથી હતો ફરાર, LCBએ ઘરેથી ઝડપી જેલહવાલે કર્યો

મોરબી; સને ૨૦૨૧ના વર્ષમાં બનેલ ચર્ચાસ્પદ દુષ્કર્મના ગુન્હાના મુખ્ય આરોપી જે વચગાળાના જામીનપરથી છેલ્લા દશેક માસથી ફરાર હોય જે કૈદીને પકડી મોરબી સબજેલ હવાલે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના પોલીસ કર્મચારીઓ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના દુષ્કર્મના ગુનાના મોરબી સબ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદી નંબર ૧૬૧/૨૦૨૫ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉવ.૪૯) રહે.લજાઇ ગામ તા.ટંકારા જી.મોરબીવાળા એ નામદાર ગુજરાત હાઇકોર્ટના ક્રિમીનલ મીસ એપ્લીકેશન નંબર.-૩૪૮૨૦/૨૦૨૫ તા.૦૩/૦૯/૨૦૨૫ ના આદેશ અનુસાર વચગાળાની પેરોલરજા ઉપર તા. ૦૪/૧૦/૨૦૨૫ ના રોજ દીન ૦૭ માટે જેલ મુક્ત થયેલ જેને મોરબી સબજેલ ખાતે તા.૧૨/૧૦/૨૦૨૫ ના રોજ હાજર થવાનુ હતુ પરંતુ આરોપી વચગાળાની પેરોલ રજા પરથી ફરાર થઇ ગયેલ હોય જે કેદીને પકડી પાડવા એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન હ્યુમન સોર્શીસ આધારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી હાલે તેના ઘરે આવેલ હોવાની બાતમીના આધારે આરોપીને તેના ઘેર થી પકડી ડીટેઇન કરી મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular