Homeગુજરાતમોરબીરાજસ્થાન અને મોરબીમાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી નો આરોપી મોરબી LCB એ...

રાજસ્થાન અને મોરબીમાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી નો આરોપી મોરબી LCB એ પકડી પાડ્યો

પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાસા હેઠળ સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ મોકલાયો

રાજસ્થાનમાં કરોડો રૂપિયાના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુન્હામાં મોસ્ટ વોન્ટેડ અને મોરબી જિલ્લામાં પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત પ્રોહી. બુટલેગરને રાજસ્થાન રાજ્યના ઝાલોર જીલ્લા ખાતેથી પકડી લાવી પાસા હેઠળ ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.

માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી. બુટલેગર સામે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીએ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ પ્રકાશ મોહનલાલ લોલ (ઉ.વ.૩૨) રહે.સાંચોર રમેશ કોલોની લોલો-કી ઢાણી તા.સાંચોર જીલ્લો ઝાલોર રાજસ્થાનવાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડના સ્ટાફની ટીમ બનાવી રાજસ્થાન ખાતે મોકલતા તેઓ દ્વારા રાજસ્થાન રાજ્યના ઝાલોર જીલ્લાના સાંચોર ખાતે આવેલ તેના રહેણાક મકાનેથી મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીને પાસા એકટ તળે, ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular