Homeગુજરાતમોરબીહળવદના રાતાભે ગામમાં જુગાર રમતા ૦૮ ઈસમો ઝડપાયાં 

હળવદના રાતાભે ગામમાં જુગાર રમતા ૦૮ ઈસમો ઝડપાયાં 

હળવદ તાલુકાના રાતાભે ગામેથી જુગાર રમતા કુલ આઠ આરોપીને રોકડ રૂપિયા ૧,૨૭,૦૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના રાતાભે ગામે આરોપી પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી આઠ આરોપીઓ પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા, જીલુ જાદવજીભાઈ કેરવાડીયા, ગણપત નટુભાઇ પરમાર, અનિલ ગણેશભાઈ ચડાણીયા, વિજય પ્રભુભાઈ ચૌહાણ, જીવરાજ હેમુભાઈ સારલા, ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા, જયંતી ભીમાભાઈ કેરવાડીયા રહે. બધા રાતાભે તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૨૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular