ધોરણ ૩થી ૧૦ના તેજસ્વી તારલાઓનું શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માન
જુના ઘાટીલા હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ધોરણ ૩થી ૧૦માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા દ્વારા તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ પ્રગતિ કરી શાળા, પરિવાર અને ગામનું નામ રોશન કરવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.