Homeગુજરાતમોરબીચકમપર પ્રાથમિક શાળામાં શાનથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, ધ્વજવંદન સાથે દેશભક્તિનો માહોલ, 

ચકમપર પ્રાથમિક શાળામાં શાનથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, ધ્વજવંદન સાથે દેશભક્તિનો માહોલ, 

રમતવીર વિદ્યાર્થીઓનું સન્માન

ચકમપર પ્રાથમિક શાળા ખાતે 15 ઓગસ્ટ નિમિત્તે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સરપંચ કાલરીયા માણેકબેન પરસોત્તમભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

રમતવીર વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્સાહન

આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને સામાજિક યુવા આગેવાન કાલરીયા રવિભાઈ પરસોત્તમભાઈ તરફથી ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી તેમને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત

વિદ્યાર્થીઓને મળેલા પ્રોત્સાહન બદલ શાળા પરિવાર દ્વારા કાલરીયા રવિભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો અને ઉપસ્થિત સૌએ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular