Homeગુજરાતમોરબીવાંકાનેરમાં 7-8 વર્ષથી ભીખ માંગીને ભેગા કરેલા રૂ.50 હજાર ચોરાયા

વાંકાનેરમાં 7-8 વર્ષથી ભીખ માંગીને ભેગા કરેલા રૂ.50 હજાર ચોરાયા

વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ વિસ્તારમાં માનવતા અને ચોરીનો એક અત્યંત કરૂણ કિસ્સો સામે આવ્યો છે. અહીં માનસિક અસ્થિરતા ધરાવતા અને ભિક્ષાટન કરીને પોતાનું ગુજરાન ચલાવતા વૃદ્ધાના બંધ મકાનમાંથી આશરે રૂ. ૫૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી કોઈ અજાણ્યું ઈસમ લઈ ગયુ હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ખાતે રહેતા રમેશભાઈ બચુભાઈ મકવાણાએ કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પડોશી સાથી નિર્મળાબેનના મકાનના દરવાજાને મારેલ લોક તોડી મકાનમા પ્રવેશી નિર્મળાબેન નાઓએ સાત-આઠ વર્ષથી ભીખ માંગી ભેગા કરેલ આશરે રોકડા રૂપીયા ૫૦,૦૦૦/- કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular