માળીયા ત્રણ રસ્તા નજીક ગઇકાલે સાંજે નાણાંની લેતી-દેતીના જૂના મનદુઃખને કારણે ચાર શખ્સોએ મોટરસાઇકલ રોકી બે યુવકો પર છરી તથા ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આમરાપર ગામે રહેતા તૈયબભાઈ ગુલામભાઈ માણેકે આરોપી મોસીન ઉર્ફે ડીકો સંધવાણી (રહે. નવાગામ, માળીયા) છરી સાથે, હરધોળ (રહે. નવાગામ) ધોકા સાથે તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપી મોસીનએ થોડા દીવસ પહેલા પૈસાની લેતી દેતી બાબતે સામન્ય બોલાચાલી થયેલ હોય જે વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા જપી કરી છરી તેમજ વડે ઈજા કરી આરોપીઓએ ફરીયાદિને તથા સાથી સલીમને ધોકા વતી સાચળના ભાગે તથા હાથના ભાગે માર મારી ઈજા કરી તથા આરોપીઓએ ધોકા વતી ફરીયાદીને જમણા હાથે તથા પગના ભાગે તથા સલીમને સાથળના ભાગે તથા હાથના ભાગે માર મારી શરીરે મુઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.