Homeગુજરાતમોરબીવાંકાનેરના રાજા વડલામાં મકાન અને રસ્તાના વિવાદમાં ભાઈઓએ જ ભાઈ પર કર્યો...

વાંકાનેરના રાજા વડલામાં મકાન અને રસ્તાના વિવાદમાં ભાઈઓએ જ ભાઈ પર કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે મકાન અને આવવા-જવાના રસ્તાના જૂના વિવાદને લઈને સગા ભાઈઓ અને ભાભીઓએ એકસંપ થઈ યુવક પર લાકડી અને ઢીંકાપાટુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહી ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અફસાદભાઈ ઈસ્માઈલભાઈ વડાવીયા (મોમીન) (ઉં.વ. ૩૨)એ આરોપી અનવરભાઈ ઇસ્માઇલભાઈ વડાવીયા, અસરફભાઈ ઈસ્માઇલભાઈ વડાવીયા, ફેમીદાબેન અનવરભાઈ વડાવીયા, રૂબીયાબેન અસરફભાઇ વડાવીયા, રહે. રાજવડલા, તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મકાન માટે ફરીયાદીને ભાઈ સાથે અગાઉથી ઝગડો ચાલતો હોય આરોપીઓ ફરીયાદિના ઘર પાસે આવી દેકારો કરતા હોય જેથી ફરીયાદી ઘર બહાર આવતા ફરીયાદિને ગાળૉ દેવા લાગેલ જેથી ફરીયાદિએ ગાળો દેવાની ના પાડતા આરોપી અનવરભાઈએ પોતાના પાસે રહેલ લાકડી વડે ફરીયાદિને માથાના ભાગે એક ઘા મારેલ તથા આરોપિઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ફરીયાદિને માથાના ભા બે સામાન્ય ઇજા પહોંચાડી તથા શરીરે મુંઢ ઇજા પહોંચાડી જતા જતા ફરીયાદિને કહેતા ગયેલ કે આજતો તુ બચી ગયો હવે પછી ભેગો થાયશ તો પાડી દેશુ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular