મોડેલ સ્કૂલ-મોટીબરાર તેમજ શ્રી રત્નમણી પ્રાથમિક શાળા- મોટીબરારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા-2026 અંતર્ગત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ.
આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજ રોજ મોડેલ સ્કૂલ- મોટીબરાર તથા શ્રી રત્નમણી પ્રાથમિક શાળા- મોટીબરારના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા-2026 અંતર્ગત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશાળ રેલીમાં મોડેલ સ્કૂલ- મોટીબરાર તથા શ્રી રત્નમણી પ્રાથમિક શાળા-મોટીબરારના આચાર્ય,શિક્ષક ગણ તેમજ સૌ વિદ્યાર્થીઓ હોંશભેર સહભાગી બન્યા હતા.વિશાળ રેલીમાં “વંદે માતરમ”,”આધી રોટી ખાયેંગે,દેશ કો બચાયેંગે”,”ગાંધીજી અમર રહો”વગેરે જેવા નારાઓ બોલીને ગ્રામજનોમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ,આદર,સન્માન તેમજ એકતાને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિશાળ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન તેમજ દેશ પ્રેમની ભાવનાને ઉજાગર કરવાનો હતો.સૌના હાથમાં લહેરાતો ત્રિરંગો જેમણે સૌના હૃદયમાં દેશભક્તિનુ એક મનમોહક વાતાવરણ સર્જાયું હતું.