Homeગુજરાતમોરબીટંકારાના છતર ગામમાંથી જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં મોરબી ટંકારાના છતર ગામમાંથી જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં By morbisahyognews August 13, 2026 269 Share FacebookXPinterestWhatsApp ટંકારા તાલુકાના છતર ગામે બે અલગ અલગ જગ્યાએ રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડા રૂપીયા-૨૪,૮૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન છતર ગામે દેવીપુજક વાસમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી (૧) શૈલેષભાઇ ચમનભાઇ પરમાર ઉ.વ. ૨૬ (૨) સુભાષભાઇ રાજેશભાઈ પરમાર ઉ.વ-૨૮ (૩) અજયભાઇ મહેશભાઇ પરમાર ઉ.વ-૨૧ રહે. બધા છતર ગામ દેવીપુજક વાસમાં તા.ટંકારા જી.મોરબી વાળાને રોકડ રૂ.૧૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. તેમજ છતર ગામ જય પાન પાછળની શેરીમાં લાઇટના અંજવાળે જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી (૧) અર્જુનભાઇ રાજેશભાઇ પરમાર ઉ.વ. ૨૩ (૨) છગનભાઈ ધનજીભાઇ પરમાર ઉ.વ. ૩૨ (૩) સંજયભાઇ રાણાભાઇ પરમાર ઉ.વ. ૩૬ (૪) સાયદભાઈ જેરામભાઇ પરમાર ઉ.વ. ૨૭ (૫) કૃષ્ણભાઇ રાજેશભાઈ પરમાર ઉ.વ. ૨૧ રહે. છતર ગામ તા.ટંકારા જી.મોરબી વાળાને રોકડ રૂ.૧૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરુધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026