મોરબીના કાલિકા પ્લોટ નજીક વિદેશી દારૂની હેરાફેરી કરતી એક સીએનજી રીક્ષા ઝડપાઈ છે. સિટી એ ડિવિઝન પોલીસને જોઈને આરોપીઓ દારૂનો જથ્થો અને રીક્ષા મૂકી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હોય જેથી બે ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કાલિકા પ્લોટ, નર્મદા હોલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સીએનજી રીક્ષા નંબર GJ-36-W-2606ને રોકવાનો પ્રયાસ કરતા રીક્ષા ચાલક તેમજ અન્ય એક ઇસમ રીક્ષા મૂકીને ગલી-કૂંચીઓમાં ભાગી ગયા હતા રીક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૭૦ કિંમત રૂપિયા ૨૬,૨૫૦ સીએનજી રીક્ષા કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૬,૨૫૦નો મુદ્દામાલ ઝડપી પાડી નાસી છુટેલ આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલિકા પ્લોટ મોરબી, તથા રીક્ષા ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.