Homeગુજરાતમોરબીમાળિયા (મીં)ના નાના દહિસરા નજીક ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો

માળિયા (મીં)ના નાના દહિસરા નજીક ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો

માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારના નાનાદહીંસરા ગામે રેલ્વે ફાટક સામે ઓરડીમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલોનંગ-૧૧૭ કિં.રૂ. ૬૬,૧૦૫/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

મોરબી એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, વિજયભાઇ નારણભાઇ ચાવડા રહે. શક્ત શનાળા મોરબી તથા હરેશભાઇ નરશીભાઇ બારોટ રહે. રાજકોટવાળા એમ બંન્ને ભાગીદારીમા પીપળીયા ચાર રસ્તાથી નવલખી જતા રોડ, નાના દહીંસરા રેલ્વે ફાટકની સામે કાચા રસ્તા ઉપર આવેલ પોતાના કબજા ભોગવટાવાળા ડેલામાં સીમેન્ટના પતરા વાળી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે. તેવી બાતમી મળેલ હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લીંશ દારૂની બોટલોનંગ-૧૧૭ કિં.રૂ. ૬૬,૧૦૫નો મુદામાલ મળી આવતા માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઇ નારણભાઇ ચાવડા રહે.શક્ત શનાળા મોરબી તથા હરેશભાઇ નરશીભાઇ બારોટ રહે. રાજકોટ બંન્ને ઇસમ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular