Homeગુજરાતમોરબીહળવદના શિરોઈમાં દાડમ ફાર્મ અને ટિસ્યુકલ્ચર લેબની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત

હળવદના શિરોઈમાં દાડમ ફાર્મ અને ટિસ્યુકલ્ચર લેબની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત

આધુનિક બાગાયતી ખેતી, ટિસ્યુકલ્ચર ટેકનોલોજી અને સરકારી યોજનાઓ અંગે પ્રગતિશીલ ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા

મોરબી જિલ્લામાં ખેડૂતો આધુનિક બાગાયતી ખેતી તરફ વળે, કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજીનો વ્યાપ વધે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદ તાલુકાની મુલાકાત લીધી હતી.

કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હળવદના શિરોઈ ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતના દાડમ ફાર્મની મુલાકાત લઈ દાડમના પાકની સ્થિતિ, ઉત્પાદન, ગુણવત્તા અને માર્કેટિંગ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન બાગાયત વિભાગની પેક હાઉસ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓ અંગે પણ જાણકારી મેળવી ખેડૂત સાથે સીધો સંવાદ કર્યો હતો.

ત્યારબાદ કલેક્ટરએ હળવદ ખાતે અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની મુલાકાત લીધી હતી. અહીં ટિસ્યુકલ્ચર પદ્ધતિથી કેળા અને દાડમના ગુણવત્તાસભર રોપાઓના ઉત્પાદનની ટેકનિકલ પ્રક્રિયા નિહાળી હતી. ટિસ્યુકલ્ચર ક્ષેત્રને પ્રોત્સાહન આપતી વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન નાયબ બાગાયત નિયામક વી.એચ. નકુમ, હળવદ બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા અને મોરબી બાગાયત નિરીક્ષક એમ.ડી. ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular