Homeગુજરાતમોરબીમોરબી મહાનગરપાલકાની ફાયર શાખાએ 02 કોમર્શિયલમાં 35 માણસોને ફાયર પ્રીવેન્સનની ટ્રેનિંગ અપાઈ

મોરબી મહાનગરપાલકાની ફાયર શાખાએ 02 કોમર્શિયલમાં 35 માણસોને ફાયર પ્રીવેન્સનની ટ્રેનિંગ અપાઈ

મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા તા.૦૫/૦૮/૨૦૨૬ થી ૧૧/૦૮/૨૦૨૬ સુધીમાં ૦૨ કોમર્શિયલમાં ૩૫ માણસોને ફાયર પ્રિવેન્શન ની ટ્રેનિંગ આપવામાં આવેલ.

વધુ પ્રિવેન્શન ના ભાગ રૂપે બિલ્ડીંગની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગ ને નોટીસ આપવામાં આવી અને પ્રિવેન્શન ને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ ૦૨ ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA), માટેની અરજી આવેલ જે આર.એફ.ઓ. કચેરી માં ફોરવર્ડ કરેલ છે. આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શન નો મુખ્ય ઉદેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનો નો યોગ્ય ઉપયોગ કરવા અને કોઈ પણ ઇમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય.

મોરબી માં ૦૧ ફાયર કોલ નો બનાવ બનેલ તેમાં ફાયરના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી અને કોઈપણ પ્રકારની દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસ (૦૨૮૨૨) ૨૩૦૦૫૦ અને ૧૦૧ તથા ૧૧ર પર સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular