વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉ થયેલી નાની-મોટી બાબતોની તકરાર અંગે પોલીસમાં અરજી કરવા બાબતની અદાવત રાખીને બે મહિલાઓ પર પાઇપ અને લાકડી વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઈ રાઠોડ (ઉં.વ. ૪૫) એ આરોપી ભાવુબેન સોલંકી તથા કિશનભાઇ સોલંકી રહે. બંને જોધપર ગામવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ભાનુબેન વિરૂધ્ધમા અગાઉ નાની નાની બાબતમા ઝગડાઓ ગાળા ગાળી કરતા હોય જે બાબતે અરજી આપવા માટે આવેલ હોય જે અંગે આરોપીઓને નાને સારૂ નહી લાગતા ફરીયાદી સાથે ઝગડો કરી આરોપીઓએ ફરીયાદીને પ્લાસ્ટીકના પાઈપ તથા આરોપીઓએ ફરીયાદીના ભત્રીજા વહુને લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.