Homeગુજરાતમોરબીવાંકાનેરમાં જાહેરમા જુગાર રમતા બે ઝબ્બે: ત્રણ ફરાર

વાંકાનેરમાં જાહેરમા જુગાર રમતા બે ઝબ્બે: ત્રણ ફરાર

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેર સ્થળે ગંજીપત્તા વડે જુગાર રમતા બે શખ્સોને પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલી આ રેડમાં કુલ રૂ. ૧૦,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ શક્તિપરા સ્કૂલ પાછળ ખૂલ્લી જગ્યામાં જાહેરમાં કુલ પાંચ ઇસમોમાથી બે ઈસમો રાયસીંગભાઈ દિનેશભાઈ બાભરીયા રહે. શક્તિપરા વાંકાનેર, આમીન મહેબુબભાઈ જેડા રહે. મીલ પ્લોટ વાંકાનેર વાળાને કુલ રૂપિયા ૧૦,૮૦૦નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય ત્રણ ઇસમો રસિદભાઈ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા રહે. શક્તિપરા વાંકાનેર, સાહીલ હુશેનભાઈ પીપરવાડીયા રહે. ભાટીયા સોસાયટી વાંકાનેર, જાનમામદ ઉર્ફે ઉર્ફે જાનીયો આદમભાઈ સિંધી રહે. શકિતપરા તા. વાંકાનેરવાળો નાસી છૂટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular