Homeગુજરાતમોરબીમોરબીના સેનેટરી વેપારી સાથે રૂ.12.42 લાખની સાયબર ઠગાઈ

મોરબીના સેનેટરી વેપારી સાથે રૂ.12.42 લાખની સાયબર ઠગાઈ

ઇન્ડિયન આર્મી કેન્ટમાં સેનેટરી માલ સપ્લાય કરવાના નામે ખોટો પર્ચેઝ ઓર્ડર આપી વેપારી પાસેથી ઓનલાઇન રકમ પડાવી

મોરબીમાં દેશની સેનાના નામે વિશ્વાસ કેળવીને સેનેટરી માલ સપ્લાય કરવાના બહાને વેપારી સાથે રૂ.12.42 લાખની સાયબર ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ઇન્ડિયન આર્મી કેન્ટ માટે મોટા પ્રમાણમાં સેનેટરી વેર ખરીદવાનો આભાસી પર્ચેઝ ઓર્ડર આપી ગઠિયાઓએ વેપારી પાસેથી તબક્કાવાર ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

મોરબીના લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા અને સેનેટરી વેરનો વેપાર કરતા હર્ષ પ્રફુલ્લભાઈ બરાસરાએ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, કૃણાલ ચૌધરી, કુલદીપસિંહ સહિત અન્ય ચાર બેંક એકાઉન્ટ ધારકોએ પરસ્પર મેળાપીપણું કરી વેપારીને નિશાન બનાવ્યો હતો. આરોપીઓએ આર્મીમેનના ખોટા નામ ધારણ કરી વેપારીની પેઢીનો ફોન નંબર ઓનલાઇન વેબસાઇટ પરથી મેળવી ઇન્ડિયન આર્મી કેન્ટમાં વેન્ડર સિસ્ટમના નામે સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ અલગ-અલગ બેંક એકાઉન્ટ નંબર આપી વિવિધ રકમના ટ્રાન્ઝેક્શન કરાવી વેપારી પાસેથી કુલ રૂ.12,42,184 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં સમગ્ર મામલો ઠગાઈ હોવાનું સામે આવતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઠગાઈમાં ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular