Homeગુજરાતમોરબીહળવદના ચરાડવા ગામે નજીવી બાબતે યુવક પર પવડા વડે હુમલો મોરબી હળવદના ચરાડવા ગામે નજીવી બાબતે યુવક પર પવડા વડે હુમલો By morbisahyognews August 10, 2026 188 Share FacebookXPinterestWhatsApp હળવદ તાલુકાના ચરાડવા ગામે ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાવવા બાબતે બોલાચાલી થતાં પાડોશના યુવકે ગેરેજ સંચાલક યુવક પર પાવડા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા દશરથ ભાવસિંગભાઈ પઢીયાર (ઉ.વ.૩૪) એ આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ રહે. ચરાડવા તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના મઢુલી ઓટો ગેરેજ નામની દુકાન પાસે ઉકરડો કરેલ હોય જે આરોપીએ ટ્રકટર લોડરથી ભરતા મહુલી ઓટો ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાયેલ હોય જે ભરવા બાબતે આરોપી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ફરીયાદીને ભુડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેના હાથમા રહેલ પાવડા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 મોરબી નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ October 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026 ટંકારા: કારખાનામાં કામ બાબતે ઝઘડો થતા મજૂરની લાકડાના ધોકાથી હત્યા morbisahyognews - October 17, 2026