મોરબી જીલ્લામાં ફરી એક વખત બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજ ટીમનો દરોડો
મોરબી જિલ્લામાં ક્રાઈમ બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજની ટીમ દ્વારા અગાઉ પણ રેડ કરી વિદેશી દારૂનો જથ્થો તેમજ જુગારના અડ્ડા ઝડપી પાડ્યા છે ત્યારે ફરી એક વખત ભુજની ટીમ દ્વારા દરોડો પાડી મોરબી જિલ્લામાં માળિયા ત્રણ રસ્તા મોરબી તરફ બ્રિજ પાસેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડ્યો છે જ્યારે બીજી તરફ મોરબી જિલ્લા પોલીસ ઊંઘતી રહી અને સતત બેથી ત્રણ વખત રેડ કરી અને દારૂ નો જથ્થો ઝડપી પાડેલ છે.
માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી ટ્રકમાં પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૪૦૯૨ કિ.રૂ.૯,૩૭,૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૯,૫૨,૫૦૦/-નો મુદામાલ પકડી ક્રાઇમ-૨ બોર્ડર રેન્જ સરહદી વિભાગ ભુજની ટીમે ઝડપી પાડયો છે.
ક્રાઇમ -૨ સરહદી રેન્જ ભુજની ટીમનો સ્ટાફને સંયુક્તમાં મળેલ બાતમીના આધારે મોરબી જિલ્લાના માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પર ટ્રક નંબર: RJ-52-GA-2464 વાળી ઉભેલ હોય જે ટ્રકમાં ચેક કરતા તેમાં પ્લાસ્ટીકની બોરીઓમાં સફેદ પાવડર ભરેલ હોય જેની નીચે જોતા ભારતીય બનાવટના પર પ્રાંતિય ઇંગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ-૪૦૯૨ કિ.રૂ. ૯,૩૭,૫૦૦/- નો મુદામાલ મળી આવતા આ ટ્રકના ચાલક વિરૂધ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુન્હો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.