હળવદ તાલુકા પંથકમાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતી એક યુવતીએ આરોપી ગૌરાંગભાઈ હસમુખભાઈ બાવાજી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદી સાથે દોસ્તી કરી ફરીયાદીને તેના ઘરે બોલાવી રાજકોટ મકાન લઇ ત્યા લગ્ન કરશે તેવી લાલચ આપી છેતરી ફરીયાદી સાથે શરીર સંબંધ બાંધી બાદમા લગ્ન કરવાની ના પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.