Homeગુજરાતમોરબીમોરબીના દરબારગઢ માં જુગાર રમતા બે મહિલા સહિત આઠ ઝડપાયા 

મોરબીના દરબારગઢ માં જુગાર રમતા બે મહિલા સહિત આઠ ઝડપાયા 

મોરબી શહેરમાં આવેલ દરબારગઢ ખાતે જાની શેરીમાં જુગાર ધામ પર સીટી એડિવિઝન પોલીસે દ રોડ ઉપાડી બે મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બે મહિલાના જતા કુલ 10 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરના દરબારગઢ સ્થિત જાની શેરીમાં જુગાર રમતા બે મહિલા સહિત 8 જુગારીઓ અમિતભાઈ મોહનભાઈ ગજરા રહે કાલિકા પ્લોટ મોરબી, જયેશભાઈ હમીરભાઇ ખાંભલા રહે સબ જેલ પાછળ બોરીચા વાસ મોરબી, અનિરુદ્ધસિંહ નટુભા ઝાલા રહે સામાકાંઠે વૃંદાવન પાર્ક છેલ્લી શેરી સાઈનાથ એપાર્ટમેન્ટ ની બાજુમાં મોરબી, અંજનાબેન હસમુખભાઈ નિમાવત રહે ગાયત્રીનગર મોરબી, નયનાબા નરેન્દ્રસિંહ ઝાલા રહે સામાકાંઠે ત્રાજપર ગામ પાછળ વૃંદાવન પાર્ક મોરબી, બાસિદભાઈ રફિકભાઈ સંજાત રહે વજેપર શેરી નંબર 4 મોરબી, વાલજીભાઈ કરસનભાઈ રાંકજા રહે દરબારગઢ જાની શેરી મોરબી, જયદીપભાઇ અણદાભાઈ આલ રહે વાવડી રોડ ગાયત્રી નગર શેરી નંબર 5 મોરબ વાળાને રોકડ રકમ 14,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે જ્યારે રેડ દરમિયાન આરોપી ઝરીનાબેન સલીમભાઈ સુમરા રહે કાલિકા પ્લોટ મોરબી તથા અલકાબેન સુભાષભાઈ વાઘેલા રહે વજેપર મોરબી વાળા સ્થળ પરથી નાસી છૂટતા કુલ 10 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular