Homeગુજરાતમોરબીવાંકાનેરમાં લાખોના વિદેશી દારૂના દરોડામાં ૫ મહિનાથી નાસતા જામનગરના ત્રણ આરોપીઓ ઝડપાયા

વાંકાનેરમાં લાખોના વિદેશી દારૂના દરોડામાં ૫ મહિનાથી નાસતા જામનગરના ત્રણ આરોપીઓ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ મથકના એક કરોડથી વધુના દારૂ-ટ્રક સહિતના મુદામાલ સાથે નોંધાયેલા પ્રોહીબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા-ફરતા જામનગરના ત્રણ આરોપીઓને વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે જામનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત માર્ચ ૨૦૨૬માં વાંકાનેર-રાજકોટ હાઇવે પર સુગર એન્ડ સ્પાઇસ હોટલ સામેથી એક કરોડથી વધુના વિદેશી દારૂ/બિયરનો જથ્થો ભરેલ બંધ બોડીની ટ્રક રજીસ્ટર નંબર RJ-14-GP-4506 સાથે કુલ રૂ. ૨,૧૮,૫૫,૫૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુન્હામાં આરોપીઓએ બોગસ ઇ-વે બિલ અને બિલ બનાવી રાજ્ય બહારથી દારૂનો જથ્થો ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું. બનાવ બાદ આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતા ફરતા હતા, જેથી વાંકાનેર કોર્ટમાંથી બી.એન.એમ.એસ. કલમ-૭૨ મુજબ વોરંટ મેળવવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રો.પો.ઇન્સ. પી.આર. સોલંકી તથા પો.સબ.ઇન્સ. કે.એચ. ભોચીયાની ટીમે બાતમી મેળવી જામનગરથી આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પકડાયેલા આરોપીઓના નામ:

૧. સુનીલ ઉર્ફે ભુતી ઘનજીભાઈ ડોણાસીયા/કોળી (ઉં.વ. ૨૮, રહે. નાગેશ્વર પાર્ક, વાકોલ માતાજીના મંદિર સામે, જામનગર)

૨. રોહીત ઉર્ફે કાનો ચંદુભાઈ લીંબડ/કોળી (ઉં.વ. ૪૩, રહે. શંકર ટેકરી, સુભાષપરા, શેરી નં.-૨, જામનગર)

૩. સુનીલ ઉર્ફે સાગર હમીરભાઈ માણેક/હિંદુ વાઘેર (ઉં.વ. ૩૧, રહે. મયુરનગર વામ્બે આવાસ, જામનગર)

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular