હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં હળવદ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના મકાનની ઓસરીમાં ઢોરને નાખવાના નીણ નીચે છુપાવેલા પૂંઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાયધ્રા ગામે રહેતા હિતેશ દિનેશભાઈ ઉર્ફે દુલાભાઈ નંદેસરીયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના મકાનની ઓસરીમાં ઢોરને નાખવાના નીણ નીચે છુપાવેલા પૂંઠાના બોક્સમાંથી વિદેશી દારૂની બોટલ નંગ કુલ -૩૫ કુલ કિંમત રૂ. ૬,૧૯૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. રેઇડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા હળવદ પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.