Homeગુજરાતમોરબીટંકારા અને મોરબી 'એ' ડિવિઝનના દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા અને મોરબી ‘એ’ ડિવિઝનના દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

ટંકારા પોલીસે સર્વેલન્સના આધારે કાર્યવાહી કરી, બે પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીને રિમાન્ડ માટે કાર્યવાહી

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલિસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.

ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ ઉપર બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હતો. તેમજ મોરબી શહેર તુલસીપાર્ક નજીક અલગ અલગ કુલ-૦૩ વાહનોમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડાયેલ હોય જે બન્ને ગુનાઓમાં નાસતો ફરતો આરોપી મેઘજીભાઇ ઉર્ફે મેઘરાજ વિરમભાઇ સાટકા જાતે ભરવાડ (ઉ.વ-૨૭)ધ રહે-ગઢડા (નાગબાઇ) તા.પડધરી જી.રાજકોટ વાળાને પકડી ઇસમને અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular