માલિક, ગોડાઉનનો ઉપયોગ કરનાર અને સપ્લાય ચેઇન અંગે અનેક પ્રશ્નો
મોરબીના રંગપર ગામ નજીક આવેલી Zibon સિરામિક બંધ ફેક્ટરીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને ખેતીવાડી વિભાગ દ્વારા કરાયેલી સંયુક્ત કાર્યવાહીમાં 804 જેટલી શંકાસ્પદ યુરિયા ખાતરની બેગો જપ્ત કરવામાં આવી છે. હાલ મુદ્દામાલને અન્ય સ્થળ પર સીલ કરી દેવામાં આવી છે અને ખાતરના નમૂનાઓ એફએસએલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે સમગ્ર કાર્યવાહીમાં સૌથી મોટો સવાલ એ છે કે આ જથ્થા માટે જવાબદાર કોણ છે? આટલી મોટી સંખ્યામાં યુરિયા ફેક્ટરીમાં કોણે રાખ્યો? ફેક્ટરીના માલિકને તેની જાણ હતી કે કોઈ અન્ય વ્યક્તિએ બંધ ફેક્ટરીનો ગોડાઉન તરીકે ઉપયોગ કર્યો હતો? આ સહિતના મુદ્દાઓ તપાસનો વિષય બન્યા છે.
ખેડૂતોને ઘણી વખત ખાતરની એક-એક બેગ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે 804 બેગનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે અંગે પણ સવાલો ઊભા થયા છે. આ જથ્થો અહીંથી કોના મારફતે ક્યાં પહોંચાડવામાં આવતો હતો અને તેની પાછળ કોઈ ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત હતું કે કેમ તેની તપાસ થવી જોઈએ
હાલ કરેલી રેડમાં તપાસ ચાલી રહી એની વાત સંભળાઈ રહી છે પરંતુ ક્યાક ને ક્યાંક યોગ્ય ફરીયાદ પણ ન નોંધવામાં આવી હોવાની વાત મળી રહી છે અને ફક્ત 804 જેટલી શંકાસ્પદ બોરીઓ બતાવી પરતું આરોપીઓ હજુ સુધી CID ક્રાઈમ સુધી પહોંચ્યા નથી શું આગામી દિવસોમાં આના મુખ્ય આરોપીઓ પકડાશે કે કોઈ રાજકીય માણસની ભલામણ આરોપીઓને બચાવી લેશે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે.