Homeગુજરાતમોરબીહળવદના સુંદરગઢ ગામે બલેનો કારમાંથી 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક...

હળવદના સુંદરગઢ ગામે બલેનો કારમાંથી 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાંથી બલેનો કારમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ જેની કિ.રૂ ૬૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ ૪,૬૦,૦૦૦/- નો મુદામાલ સાથે એક ઇસમને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં વોચમાં રહી એક સિલ્વર કલરની બલેનો કાર રજીસ્ટર નંબર GJ-36-AP- 6748 વાળીમાંથી પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરેલ દેશી દારૂ ૩૦૦ લીટર જેની કુલ કિ.રૂ ૬૦,૦૦૦/- નો મુદામાલ તેમજ બલેનો કારની કિ.રૂ ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૪.૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ ઇલેશ શંભુભાઇ ડાભી રહે ગામ સુંદરગઢ તા.હળવદવાળાને પકડી પુછપરછ કરતા અન્ય એક શખ્સનુ નામ ખુલતા આરોપી મીતુલ મુકેશભાઈ દેકાવાડીયા રહે. ભવાનીગઢ ગામ જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ તથા કાર ચાલક તથા દેશી દારૂનો જથ્થો આપનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular