Homeગુજરાતમોરબીહળવદમાં લગ્ન કરવા માટે યુવતીને ધમકીઓ આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ દાખલ 

હળવદમાં લગ્ન કરવા માટે યુવતીને ધમકીઓ આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ દાખલ 

હળવદ પંથકમાં પ્રેમ સંબંધનું નામ લઈને એક યુવતીને સતત ધમકીઓ અને દબાણ કરનાર યુવક સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વારંવારના ફોન, મેસેજ અને પરિવારજનોને પણ ત્રાસ આપતા આખરે પીડિત પરિવાર પોલીસ સુધી પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ હળવદ પંથકમાં રહેતી યુવતીએ આરોપી વિકાસ પ્રેમજીભાઈ પરમાર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી સાથે ઓળખાણ થયેલી જેથી આરોપી ફરીયાદીને તથા સાથીને મોબાઈલથી તથા વોટસઅપથી અવાર નવાર વાત કરી તથા ઓળખાણ સંબંધ દરમ્યાન ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી લગ્ન કરવા બાબતે વાત કરતા ફરીયાદીએ ઈન્કાર કરેલ ત્યાર બાદ ફરીયાદી સાથે લગ્ન કરવા દબાણ કરતો તથા ધમકી આપતો અને ફરીયાદી વિવેકાનંદ સ્કુલ પાસે પહોંચતા આરોપીએ ફરીયાદીનો દુપટો ખેંચી પોતાની સાથે લગ્ન કરવા બાબતે સમાજમા બદનામ કરવા ધમકી આપેલ અને પરસ્પર સમજુતીથી સહ વસવાટનો કસરની સહી સિક્કા વિનાની પી.ડી.એફ. સાથીના વોટસઅપમા તેમજ સોશ્યલ મીડીયામા મોકલી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular