Homeગુજરાતમોરબીમોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં મોરબી મોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં By morbisahyognews March 29, 2026 354 Share FacebookXPinterestWhatsApp મોરબી મહેન્દ્રનગર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં ગજાનન એપાર્ટમેન્ટમાં રહેણાક મકાનમાં જુગાર રમતા કુલ-૫ આરોપીઓને રોકડા રૂપીયા ૨,૬૨, ૫૦૦/-,ગંજીપતાના પાના તથા મોબાઇલ ફોન-૪ કિ.રૂ.,૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૭,૫૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. મોરબી એલ. સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા રહે. મહેન્દ્રનગર સિધ્ધિ વિનાયક સોસાયટી ગજાનન એપાર્ટમેન્ટ મકાન નં.૧૦૩ મુળ રહે.સરવડ તા.માળીયા(મીં) જી.મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગાર નો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે પંચો સાથે રેઇડ કરતા પાંચ ઈસમો રાજેશભાઇ જીવરાજભાઇ સરડવા રહે.મહેન્દ્રનગર ગજાનન એપાર્ટમેન્ટ મુળ સરવડ તા.માળીયા, વિવેકભાઇ વિનોદભાઈ ગોસાઇ રહે.મોટાદહિંસરા તા.માળીયા મીં., ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા રહે.મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી મુળ માનસર તા.જી.મોરબી, જયેશભાઇ રાઘવજીભાઇ બોપલીયા રહે. મહેન્દ્રનગર મુળ રહે. મોટા ભેલા તા.માળીયા મીં., સાગરભાઇ રમેશભાઇ સરડવા રહે.મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપ મુળ સરવડ તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૨,૬૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૭,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૫ આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી મોરબી સિટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી September 1, 2026 મોરબી મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ September 1, 2026 મોરબી હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ September 1, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ભક્તિ અને સંસ્કાર સાથે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી morbisahyognews - September 1, 2026 મોરબીમાં દિશા કમિટીની બેઠક યોજાઈ morbisahyognews - September 1, 2026 હળવદના રાયસંગપુર રોડ પર સીમ જમીન અને રસ્તાના વિવાદમા બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઇ morbisahyognews - September 1, 2026 વાંકનેર બાઉન્ડ્રી નજીકથી રૂ. 6.25 લાખના મુદ્દામાલ સાથે દેશી દારૂની હેરાફેરી કરતો કાર ચાલક ઝડપાયો: બે ફરાર morbisahyognews - August 31, 2026 મોરબીના વનાળીયા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા morbisahyognews - August 31, 2026