Homeગુજરાતમોરબીશહેરના સૌંદર્યમાં વધારો કરશે ભક્તિનગર સર્કલ ગાર્ડન માટે રૂ. 62.42 લાખનો પ્રોજેક્ટ

શહેરના સૌંદર્યમાં વધારો કરશે ભક્તિનગર સર્કલ ગાર્ડન માટે રૂ. 62.42 લાખનો પ્રોજેક્ટ

મોરબી શહેરમાં હરિયાળી અને નાગરિકોને આરામદાયક ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ થાય તે હેતુથી ભક્તિનગર સર્કલ નજીક આધુનિક સુવિધાઓ સાથે ગાર્ડન વિકાસ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 62.42 લાખ છે.

આ ગાર્ડન વિકાસ પ્રોજેક્ટ હેઠળ વિવિધ આધુનિક અને ઉપયોગી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટમાં મુખ્યત્વે પ્રવેશ દ્વાર (Entry Gate), કંપાઉન્ડ વોલ, આંતરિક વોકિંગ ટ્રેક, ગાર્ડન ફર્નિચર, લાઇટિંગ સુવિધાઓ, લેન્ડસ્કેપિંગ અને ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.

સાઇટ ડેવલપમેન્ટ હેઠળ જમીન સફાઈ, કચરાનું નિરાકરણ, ખોદકામ, યોગ્ય માટીથી ભરાણ, 95% પ્રોક્ટર ડેન્સિટી સુધી કોમ્પેક્શન અને વરસાદી પાણીના વહેંચાણ માટે ગ્રેડિંગ કરવામાં આવશે. ગાર્ડનને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે કંપાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવશે, જેમાં આર.સી.સી. ફાઉન્ડેશન, બ્રિક મેસનરી, પ્લાસ્ટરિંગ, પેઇન્ટિંગ અને એમ.એસ. રેલિંગનો સમાવેશ થાય છે. આ વોલ પાર્કની સીમા નક્કી કરવા, સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અતિક્રમણ રોકવા મદદરૂપ બનશે.

પ્રવેશ દ્વાર આકર્ષક ડિઝાઇન સાથે બનાવવામાં આવશે, જેમાં એમ.એસ. ફ્રેમ, આર.સી.સી. પિલર્સ, CNC કટિંગ ડિઝાઇન, રિવોલ્વિંગ ગેટ અને સાઇનેજ માટેની વ્યવસ્થા રહેશે. વોકિંગ ટ્રેક માટે મજબૂત અને સલામત સ્તરો સાથે 1.5 થી 2.0 મીટર પહોળાઈનું લૂપ આધારિત ટ્રેક બનાવાશે, જેમાં સ્લિપ રેઝિસ્ટન્ટ સપાટી રહેશે અને ઓછા જાળવણી ખર્ચ સાથે લાંબા ગાળે ઉપયોગી રહેશે.

ગાર્ડનમાં ગાર્ડન ફર્નિચર તરીકે વર્તુળાકાર બેઠકો, કોટા સ્ટોન ફિનિશ અને કચરાપેટીઓની સુવિધા ઉપલબ્ધ કરાશે. લાઇટિંગ સિસ્ટમ હેઠળ 4 મીટર ઊંચા ડેકોરેટિવ લાઇટ પોલ્સ, IP65 સ્ટાન્ડર્ડ LED લાઈટ્સ, અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ અને યોગ્ય અર્થીંગ સુવિધા ઉપલબ્ધ કરાશે.

લેન્ડસ્કેપિંગ હેઠળ લોન ડેવલપમેન્ટ, ખાતર સાથે ટર્ફ લેયિંગ તેમજ સ્થાનિક જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં ટેબેબુિયા, જેકારાન્ડા, બોરસલી, રેન ટ્રી, કેસુડો અને ગુલમોહર જેવા વૃક્ષોનું વાવેતર કલર થીમ મુજબ કરવામાં આવશે. સાથે જ ઓછા જાળવણી ખર્ચવાળા ઝાડ પણ લગાવવામાં આવશે. આ ગાર્ડન વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને સ્વચ્છ, હરિયાળો અને આરામદાયક પર્યાવરણ મળશે, તેમજ શહેરના સૌંદર્યમાં વધારો થશે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular