મોરબી: હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ભક્તિમય ગણાતા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની મોરબીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. દર વર્ષની પરંપરા મુજબ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ફટકી ફોડ, મહાઆરતી અને પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી 4 સપ્ટેમ્બરના રોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી પંચાસર રોડના અલગ-અલગ 8 સોસાયટીમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે. હરસિદ્ધિ હનુમાનજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. બપોરે 12 કલાકે મુખ્ય મટકી ફોડ તથા લાઈવ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી બાદ ભક્તજનો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજનગર યુવા ગ્રુપ દ્વારા શહેરના ભક્તજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્માષ્ટમી મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.