Homeગુજરાતમોરબીહાઇવેની હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ: 5 સામે ફરિયાદ, રૂ.45.29 લાખનો...

હાઇવેની હોટલના પાર્કિંગમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ: 5 સામે ફરિયાદ, રૂ.45.29 લાખનો મુદ્દામાલ કબ્જે 

સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા પોલીસ સ્ટેશન હદના કટારીયા ગામની સીમમાં રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી યુ.પી.-બિહાર હોટલના પાર્કિંગમાંથી ટેન્કર માલિકની જાણ બહાર ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવાની ઘટના સામે આવી છે. રાજકોટ રેન્જ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી ચોરી કરાયેલ કેમિકલ ભરેલું ટેન્કર સહિત કુલ રૂ.45,29,447નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન. મોરી, બી.સી. મિયાત્રા તથા સી.એમ. કાંટેલીયા સહિતની ટીમ હાઇવે પરની હોટલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શોધી રહી હતી. દરમિયાન ચોક્કસ હકીકતના આધારે કટારીયા ટોલનાકા નજીક યુ.પી.-બિહાર ઢાબાના પાર્કિંગમાં દરોડો પાડતા ટેન્કરમાંથી ચોરી કરાયેલ કેમિકલ હોટલમાં રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કેમિકલ સાથે ટેન્કર તથા અન્ય સાધનો મળી કુલ રૂ.45.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહીમાં માજીદ વાહિદ અલી (રહે. ઉત્તરપ્રદેશ) અને સાહિલ ફીરોજભાઈ મુલ્તાની (રહે. અંકેવાળીયા, તા. લીંબડી)ને સ્થળ પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ઇકલાખખાન, જયરાજસિંહ ભુપતસિંહ રાઠોડ અને જયવીરભાઈ કાઠી મળી કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે કેમિકલ ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular