Homeગુજરાતમોરબીમોરબી જિલ્લા કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ રમેશભાઈ ભૂંભરીયા 6 વર્ષ માટે...

મોરબી જિલ્લા કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ રમેશભાઈ ભૂંભરીયા 6 વર્ષ માટે સસ્પેન્ડ

સોશિયલ મીડિયા પર પક્ષની શિસ્ત વિરુદ્ધ પ્રવૃત્તિઓની ફરિયાદો બાદ કોંગ્રેસે કરી કડક કાર્યવાહી

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટંકારાના રમેશભાઈ ભવાનભાઈ ભૂંભરીયા સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા મારફતે સતત પક્ષની શિસ્ત અને ગરિમા વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની મળેલી ફરિયાદો તેમજ અગાઉ જાણ કરવા છતાં વર્તનમાં કોઈ સુધારો ન આવતા કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના બંધારણ અને શિસ્ત સમિતિના નિયમો અનુસાર રમેશભાઈ ભૂંભરીયાને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular