ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જગ્યા પર ગંજીપત્તા વડે જુગાર રમતા છ શખ્સોને પોલીસે રોકડ રકમ અને મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટંકારાના લજઈ-ધુનડા રસ્તે ઝૂંપડા પાસે ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા (ઉ.વ- ૩૫) રહે- વીરપર ગામ તા- ટંકારા, રાહુલભાઇ જયંતિભાઇ પાટડીયા (ઉ.વ- ૨૬) રહે- ધુનડા (સજનપર) ગામ તા- ટંકારા, અરવિંદભાઇ ભુપતભાઇ પરેચા (ઉ.વ- ૩૨) રહે- ધુનડા (સજનપર) ગામ તા- ટંકારા જી-મોરબી, કિશનભાઇ વિનુભાઇ પાટડીયા (ઉ.વ- ૨૩) રહે- ધુનડા (સજનપર) ગામ તા- ટંકારા જી-મોરબી, ગણેશભાઇ ઉર્ફે ગણો પ્રવિણભાઇ ઉધરેજા (ઉ.વ- ૨૭) રહે- વીરપર ગામ તા- ટંકારા, નાથાભાઇ કરમશીભાઇ બાવરવા (ઉ.વ- ૩૨) રહે- વીરપર ગામ તા- ટંકારાવાળાને રોકડ રૂપિયા ૧૯૭૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.