Homeગુજરાતમોરબીમોરબીમાં ભાડાના ફ્લેટમાં ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: સાત જુગારીઓ પકડાયા

મોરબીમાં ભાડાના ફ્લેટમાં ચાલતું હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું: સાત જુગારીઓ પકડાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે રવાપર-ધૂનડા રોડ પર આવેલા ‘રવાપર રેસિડેન્સી ગાર્ડન પેલેસ’ના એક ભાડાના ફ્લેટમાં દરોડો પાડીને મોટા પાયે ચાલતુ જુગારધામ ઝડપી પાડ્યું છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા રહે. મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોકનં.૫૦૩ ભાડાના મકાનમાં (ફલેટમાં) બહારથી માણસો બોલાવી ભેગા કરી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડે છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા બાતમીવાળા ફલેટમા જુગાર રમતા સાત ઈસમો જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા રહે. મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોકનં.૫૦૩, વૈભવભાઇ નરભેરામભાઈ કકાસણીયા રહે. મોરબી પંચાસર રોડ શ્રીમદ રાજનગર, અમરશીભાઇ પરસોતમભાઇ બારૈયા રહે.મોરબી રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર શેરીનં.૩ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૧, જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતીયા રહે.૬૦૭, સાહેબ પેલેસ રવાપર રોડ-ઘુનડા રોડ ૮૦ ફુટ રોડ મોરબી, કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી રહે.બીલીયા તા.જી.મોરબી, જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા રહે.૨૦૨-ઓપેરા એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કુલ વાળી શેરી રવાપર રોડ મોરબી, અમિતભાઈ કાંતિલાલ દેત્રોજા રહે.૫૦૨, સાહેબ એપાર્ટમેન્ટ ૬૦ ફુટ રોડ એસ.પી.રોડમોરબીવાળો રોકડ રૂ.૧,૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular