Homeગુજરાતમોરબીમોરબીમાં નિર્મલ સાયન્સ સ્કૂલની ૨૦૧૨ બેચનું ભવ્ય રિયુનિયન યોજાયું

મોરબીમાં નિર્મલ સાયન્સ સ્કૂલની ૨૦૧૨ બેચનું ભવ્ય રિયુનિયન યોજાયું

૧૪ વર્ષ બાદ જૂના મિત્રો મળ્યા, જૂની યાદો તાજી કરી આનંદભેર ઉજવણી કરી

મોરબી:નિર્મલ સાયન્સ સ્કૂલની વર્ષ ૨૦૧૨ની બેચના વિદ્યાર્થીઓનું School Reunion-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા મધુસુદન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ રિયુનિયનમાં વર્ષો બાદ બેચના મિત્રો એકસાથે મળ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ૧૪ વર્ષ જૂની યાદોને તાજી કરી એકબીજા સાથે સુખ-દુઃખની વાતો કરી અને સાથે મળીને આનંદની પળો માણી હતી. કાર્યક્રમમાં બિઝનેસ ઈન્ટ્રોડક્શન, ડિનર અને રિયુનિયન તેમજ મસ્તીભર્યા ટાઈમપાસ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

વર્ષો બાદ મળેલા મિત્રોમાં જૂના દિવસોની યાદો ફરી જીવંત થઈ હતી અને સમગ્ર વાતાવરણ લાગણીસભર તેમજ આનંદમય બની ગયું હતું. અલગ રસ્તા, એક જ બેચ અને હંમેશાની મિત્રતા ની ભાવના સાથે યોજાયેલું આ રિયુનિયન સૌ માટે યાદગાર બની રહ્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular