Homeગુજરાતમોરબીમોરબીના ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં દેશભક્તિના રંગે રંગાયો સ્વાતંત્ર્ય પર્વ

મોરબીના ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં દેશભક્તિના રંગે રંગાયો સ્વાતંત્ર્ય પર્વ

બાળકોમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશો સાથે શિક્ષણ કિટનું વિતરણ કરાયું

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શાળાના બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ વધે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન મળે તે હેતુથી આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સરપંચ ગૌતમભાઈ મોરડીયા, ગ્રામ પંચાયતના સભ્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, એસ.એમ.સી.ના પ્રમુખ, શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, ગોર ખીજડીયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રપ્રેમ, શિક્ષણ અને સામાજિક એકતાના સંદેશ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી યાદગાર બની હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular