મોરબીના શનાળા રોડ પર ચા ની હોટેલ ચલાવતા અને ટંકારાના સજનપર ગામે રહેતા આધેડ પર જૂની અદાવતનો ખાર રાખી રાજપર ચોકડી પાસે પિતા-પુત્ર દ્વારા લોખંડના પાઈપ અને ઢીંકાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા લાખાભાઈ વજાભાઈ કલોતરા (ઉં.વ. ૩૯)એ આરોપી મેરુભાઈ જીવણભાઈ ખાંભલા તથા અજય મેરુભાઈ ખાંભલા રહે. બંને શનાળા પટેલ સમાજ વાડી પાસે મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી રાજપર ચોકડી ઉપર ઉભેલ હોઈ ત્યારે આરોપી મેરુભાઈએ ત્યા આવતા અગાઉ ફરીયાદિની ભત્રીજીને આરોપી અજય ભગાડી લઈ ગયેલ હોઇ જેનો ખાર રાખી ફરીયાદિને મા-બહેન સામી ભુડી ગાળો આપી ઢાકા પાટુનો મુઢ માર મારી આરોપીઓએ ફરીયાદી સાથે ઝપા ઝપી કરી ઢીકા પાટુનો મુઢ માર મારી ગાળો આપી લોખંડના પાઇપ વડે ફરી, ને ડાબા પગમાં તથા વાસાના ભાગે માર મારી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.