હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘર નજીકના પડેતર મકાનમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૩ હજારથી વધુની કિંમતની ૯૪ બોટલ સાથે એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ઘનશ્યામપુર ગામના લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડે પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા પડેતર મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખીને વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પીપરાવાળી શેરીમાં આવેલા પડેતર મકાનમાં અચાનક દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ,-૯૪ કિંમત રૂપિયા ૧૩૧૬૦ નાં મુદ્દામાલ આરોપી લાલજીભાઈ બન્નુભાઈ રાઠોડને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.