Homeગુજરાતમોરબીમોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો 

મોરબી તાલુકા પંથકમાં પ્રોહીબીશનના ગુનામાંઓમા સંડોવાયેલ બુટલેગરને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જિલ્લા જેલ હવાલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહીબીશનના બુટલેગર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાએ પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વાલજી ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા (ઉ.વ.૩૬) રહે. ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપ પાછળ, મોરબી-૨, તા.જી.મોરબી વાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની ટીમ બનાવી આરોપીને પાસા એકટ તળે, ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular