મોરબી શહેરમાં આવેલ નાની બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને રોકડા રૂપીયા ૪૭,૧૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ નાની બજારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા (ઉ.વ.૨૯) રહે.મોરબી નાનીબજાર વિશ્વકર્મો મંદીર પાસે, સોહિલભાઇ સલીમભાઇ બ્લોચ (ઉ.વ.૧૯) રહે.મોરબી નાનીબજાર, આદિલભાઇ યુનુસભાઇ બ્લોચ (ઉ.વ.૨૩) રહે.મોરબી નાનીબજાર વોરાવાળી, ગુલામહુશેનભાઇ ફીરોઝભાઇ બ્લોચ (ઉ.વ.૨૮) રહે.મોરબી ચૌહાણશેરી નાનીબજાર, અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.૨૪) રહે.મોરબી મકરાણીવાસ મદીના મસ્જીદપાસે, ઝુબેરભાઇ ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક (ઉ.વ.૨૭) રહે.મોરબી પંચાસરોડ જનકનગર, ઇમરાનભાઇ યુસુફભાઇ તલાટ (ઉ.વ.૧૯) રહે.પંચાસર રોડ ભારતપરા શેરીનં.૧ મોરબી, હુશેનભાઇ રફીકભાઇ વડાવરીયા (ઉ.વ.૨૦) રહે.પંચાસર રોડ ભારતપરા શેરીનં.૧ મોરબી હાલરહે.ટંકારા મઠવાળી શેરી, અલ્તાફભાઇ કાસમભાઇ કુરેશી (ઉ.વ.૨૯) રહે. ખાટકીવાસ તલાવડીવાસ મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૭૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જ્યારે અન્ય એક ઈસમ મુસ્તાક દાઉદભાઇ દાવલીયા રહે.મોરબી મકરાણીવાસવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.